Cyclone Arnab Alert: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આજે વધુ તીવ્ર બનીને બુધવારે સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ટકરાશે. Cyclone Arnab Alert: બંગાળની ખાડીમાં સર્જાયેલું 'અર્નબ' નામનું ચક્રવાતી તોફાન આજે વધુ ખતરનાક બન્યું છે, જે 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. હવામાન વિભાગના એલર્ટ બાદ સુરક્ષા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૬ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.