maharashtra : સત્તારૂઢ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રતિનિધિમંડળે રવિવારે નાયબ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ સુનેત્રા પવારના નેતૃત્વમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં થઈ હતી. પ્રતિનિધિમંડળે નાણાં મંત્રાલય પરત કરવાની માંગણી કરી હતી. અજિત પવારના અવસાન બાદ દેવેન્દ્ર ફડણવીસે આ વિભાગ પોતાની પાસે રાખ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના જૂથને નાણાં મંત્રાલય પરત આપવાની માંગ પર સકારાત્મક વલણ દર્શાવ્યું હતું.