Ashirwad Sooryavanshi : 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એક તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચુક્યો છે અને હવે તેની આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા થઈ રહી છે. બીજી તરફ તેના નાનો ભાઈ 10 વર્ષના આશિર્વાદ સૂર્યવંશી પણ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. આશીર્વાદે જૂનમાં બે લોકલ મેચોમાં ઝંઝાવાતી ઈનિંગ રમી હતી. જે પછી 25 ઓક્ટોબર 2026ના રોજ એક લોકલ મેચમાં યુવા સૂર્યવંશીએ ફરી સદી ફટકારી હતી.