રૂ. 30,200 કરોડના જિયો પ્લેટફોર્મ્સ IPO ને રોકાણકારોનો ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે. આજે ફાળવણી જાહેર થઈ રહી છે, ત્યારે રોકાણકારો માત્ર PAN કાર્ડની મદદથી પોતાનું સ્ટેટસ સરળતાથી ચકાસી શકે છે. jio ipo allotment status: જિયો પ્લેટફોર્મ્સના મેગા IPO માં પૈસા લગાવનારા લાખો રોકાણકારો આજે શેર ફાળવણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 23 ઓક્ટોબરના રોજ બંધ થયેલા આ રૂ. 30,200 કરોડથી વધુના ઈશ્યૂને બજારમાં જબરદસ્ત આવકાર મળ્યો છે.