ખેડૂતોને હેક્ટરદીઠ 8500 રૂપિયાની સહાયને ક્રૂર મજાક ગણાવી નિર્ણય બદલવા સરકારને અલ્ટિમેટમ, કોંગ્રેસ શાસનના પાકવીમાનો આપ્યો હવાલો. Gujarat drought relief: ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યના 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જોકે, સરકારના આ નિર્ણય સામે હવે ખેડૂત નેતા પાલ આંબલિયાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયની રકમને ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવી છે.