ગાંધીનગરના દશેલા ગામના યુવક હિરેનનું કેનેડામાં 18 ઓક્ટોબરે થયેલા અકસ્માતમાં અવસાન થયું છે. ઘટનાના એક અઠવાડિયા પછી પણ તેનો મૃતદેહ વતન પરત ન આવતા પરિવાર શોકમાં ગરકાવ છે. ગાંધીનગરના દશેલા ગામના એક યુવક હિરેનનું કેનેડામાં અકસ્માતમાં કરુણ અવસાન થયું છે. કેનેડામાં અભ્યાસ કરતા હિરેન સહિત કુલ ચાર લોકોનું 18 ઓક્ટોબરના રોજ એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.