Diwali Sweet Recipe Without Mawa : દિવાળી નજીક આવતા બજારો અને ઘરોમાં રોનક દેખાઇ રહી છે. દિવાળી પર ઘરની સાફ સફાઇની સાથે સાથે મીઠાઈ પણ બનાવવામાં આવે છે. જેની તૈયારીઓ ઘણા દિવસો પહેલા શરૂ થઈ જાય છે. જો કે, ઘણી વખત વ્યસ્તતાના કારણે મીઠાઈ બનાવવાનો સમય હોતો નથી. આવી સ્થિતિમાં, આપણે કંઈક એવું બનાવવાનું વિચારીએ છીએ જે ઝડપથી અને સરળતાથી બની જાય.