જીવનશૈલી | ઢોકળા એ ગુજરાતની શાન છે. સામાન્ય રીતે ચોખા અને અડદની દાળના ઢોકળા કે ખમણ બનતા હોય છે, પરંતુ મગની દાળના ઢોકળા એ એક ખૂબ જ પૌષ્ટિક, પ્રોટીનથી ભરપૂર અને પચવામાં હળવો વિકલ્પ છે. આ ઢોકળાની રેસીપીમાં પૌંઆ અને રવાનો ઉપયોગ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તેની સાથે તીખી અને ચટપટી લસણની લાલ ચટણી પીરસવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે.